Not Yet

Saturday, August 14, 2021

ધર્મના દસ લક્ષણો

ધર્મના આ દસ લક્ષણો છે. જે માત્ર હિન્દુઓને નહીં, પણ તમામ મનુષ્ય સહિત તમામ જીવોને લાગુ પાડી શકાય છે.

આ દસ લક્ષણોને ધારણ કર્યા વિના કોઈ પણ તપ, વ્રત, દાન, પાઠ, પૂજા-પદ્ધતિ કે કર્મકાંડનું ફળ જીવનભર ન રહેતા અલ્પકાલિન મળે છે. ધર્મના આ દસ લક્ષણોને ધારણ કરનાર વ્યક્તિ જ ધાર્મિક છે.

धृति: क्षमा दमोऽस्‍तेयं शौचमिन्‍द्रियनिग्रह:।
धीर्विद्या सत्‍यमक्रोधो दशकं धर्मलक्षणम्‌।।

ધૃતિ: = ધીરજ, સબુરી
ક્ષમા = બીજાને માફ કરી દેવા
દમ: = મન પર કાબુ રાખવો
અસ્તેય = ચોરી ન કરવી (વિના મહેનતનું ધન લેવાની આશા ન રાખવી)
શૌચમ્ = તન, મન, આત્માથી પવિત્ર રહેવું
ઈન્દ્રિય નિગ્રહ: = સારી વાતો/વિચારો ગ્રહણ કરવા
ધીર = સ્વાર્થ છોડવો અને પરોપકારની ભાવના રાખવી
વિદ્યા = હંમેશા નવું શીખતાં રહેવાની ધગશ
સત્યમ્ = સાચુ બોલવું
અક્રોધ: = ગુસ્સો ન કરવો

No comments:

Post a Comment