Not Yet

Thursday, May 4, 2017

બેંકના વિવિધ ખાતાઓ

બેંકમાં અનેક પ્રકારના ખાતાઓ હોય છે. દરેક ખાતાઓને પોતાના અલગ અલગ વ્યાજદર અને જમા-ઉપાડના નિયમો અને તેમાં પૈસા રોકવાના અમુક ઉદ્દેશો હોય છે. જે નીચેના કોષ્ટકમાં આપેલ છે.

ખાતાનો પ્રકાર
વ્યાજદર
જમા-ઉપાડના નિયમો
ન્યૂનતમ બેલેન્સ
વિશેષ માહિતી અને વપરાશનો ઉદ્દેશ
ચાલુ ખાતું
શૂન્ય
અસીમિત જમા અને ઉપાડ
કોઈ નિયમ નથી
·         આવા ખાતાઓ મોટાભાગે સંસ્થા કે વેપારીઓ પાસે હોય છે.
·         રોજના લાખો-કરોડો રૂપિયાની લેવડ દેવડની છૂટ આપવામાં આવે છે.
·         આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ: અમર્યાદિત પૈસા સાચવવા અને તેને ઈ-કોમર્સમાં વાપરવા
બચત ખાતું
સૌથી ઓછુ
બે કે અઢી લાખ સુધીની લેવડ દેવડ કે જમા ઉપાડ
અંદાજે બે થી પાંચ હજાર
·         આ ખાતા સામાન્ય માણસો પાસે હોય છે.
·         ન્યૂનતમ બેલેન્સ કરતાં નીચે બેલેન્સ જાય તો ચાર્જ લાગી શકે છે.
·         આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ: અમુક મર્યાદિત પૈસા સાચવવા અને તેને ઈ-કોમર્સમાં વાપરવા
બાંધી મુદત ખાતું/ફિક્સ ડિપોઝીટ
બચત ખાતાથી
બે ગણું
ફક્ત એકવાર જમા
પાકતી તારીખે ઉપાડ
બેંકના નિયમ મુજબ
·         આ ખાતામાંથી પાકતી તારીખ પહેલા પૈસા જોતા હોય તો તેને સંપૂર્ણપણે બંધ કરવું પડે છે. તેના પર થોડો ચાર્જ પણ લાગે છે.
·         આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ:
o   ચોક્કસ સમય માટે પૈસાની બચત કરવા.
o   વધુ વ્યાજ મેળવવા.
આવર્તી જમા ખાતું/રીકરીંગ ડિપોઝીટ
ફિક્સ ડિપોઝીટથી થોડું ઓછુ/ જેટલું
દર મહીને ચોક્કસ રકમ જમા
પાકતી તારીખે ઉપાડ
બેંકના નિયમ મુજબ
·         જે રકમ દ્વારા ખાતું ખોલાવ્યું હોય, તેટલી જ રકમ દર મહીને આ ખાતામાં જમા કરવાની હોય છે.
·         આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ:
o   દર મહિનાની આવકમાંથી અમુક ચોક્કસ રકમની બચત કરવા.
o   આ બચત પર વધુ વ્યાજ મેળવવા.
ફલેકસી રીકરીંગ
ફિક્સ/ રીકરીંગ ડિપોઝીટથી થોડું ઓછુ/ જેટલું
એક વર્ષમાં ન્યૂનતમ અને મહત્તમ વચ્ચેની રકમ ગમે ત્યારે અને ગમે તેટલી વખત જમા
પાકતી તારીખે માત્ર એક જ વખત ઉપાડ
બેંકના નિયમ મુજબ
·         આ ખાતામાં ન્યૂનતમથી ઓછી રકમ જમા કરવા પર ચાર્જ લાગે છે.
·         મહત્તમથી વધુ રકમ જમા કરી શકાતી નથી.
·         આ ખાતામાં પૈસા રાખવાનો ઉદ્દેશ:
o   આવકમાંથી ક્યારે અને કેટલી બચત કરવી તેમજ આવકની સીમા અને આવકની તારીખ નક્કી ન હોય તેવા સંજોગોમાં બચત કરવા.
o   આ બચત પર વધુ વ્યાજ મેળવવા.
ઋણ ખાતું/ લોન ખાતું
સૌથી વધુ
શરૂઆતમાં એક જ વખત ઉપાડ
ગમે તેટલી વખત (ઓછામાં ઓછુ મહિનામાં એક વખત) જમા
-------
·         બેંક પાસે પૈસા જમા પડ્યા હોય તેને તે બે-ત્રણ ટકા વધુ વ્યાજ સાથે લોન તરીકે આપે છે અને તેમાંથી જ તેની કમાણી થાય છે.
·         લોન આપતા પહેલા જે તે વ્યક્તિની આવકને ખાસ જોવામાં આવે છે. વળી, તે વ્યક્તિ પાસે બેંકનું ચાલુ/બચત ખાતું પણ હોવું જોઈએ.
·         દર મહીને ચાલુ/બચત ખાતામાંથી અમુક રૂપિયા EMI તરીકે કપાય છે.
·         જો પૈસાની સગવડ હોય તો એકસાથે વધુ રૂપિયા લોન ખાતામાં ટ્રાન્સફર કરીને વ્યાજનો દર ઘટાડી શકાય છે.
·         આ ખાતાના વપરાશનો ઉદ્દેશ:
o   પૈસાની જરૂર હોય તો બેંક પાસેથી પૈસા વ્યાજે લેવા.

No comments:

Post a Comment