Not Yet

Thursday, April 17, 2014

ભારતીય રેલવેમાં બ્લેન્ક પેપર ટીકીટ

For English, You have to click redirect here.

નમસ્તે મિત્રો,

હું ભારતીય રેલવેની એક સરસ ઓફર જણાવવા જઈ રહ્યો છું. BPT અર્થાત્ બ્લેન્ક પેપર ટીકીટ, શું છે? ચાલો જોઈએ.

ખાસ નોંધ:- આ ઓફર માત્ર કોમ્પ્યુટરકૃત આરક્ષણ બારી પર જ ઉપલબ્ધ છે, E-ticket કે I-ticket માટે નહિ અને આ સ્કીમ હેઠળ પાંચ સો કિલોમીટર પછી જ જર્ની બ્રેક થઇ શકે છે.

BPT

બ્લેન્ક પેપર ટીકીટ એક પ્રકારની રેલવે યાત્રા ટીકીટ છે, જે ભારતીય રેલવે દ્વારા ઇસ્યુ કરેલી એવી ટીકીટ છે જેમાં તમે એક સ્ટેશન પર મુસાફરી અટકાવીને ત્યાંથી બીજી ટ્રેનમાં તમારા ગંતવ્ય સુધી કોઈપણ ટ્રેનના આરક્ષણવાળા કોચમાં જઈ શકો છો. ટુંકમાં, બ્લેન્ક પેપર ટીકીટની ઓફર ત્યારે કામ આવે છે જયારે યાત્રી કોઈ ગંતવ્ય પર જવા માંગે છે, પરંતુ ત્યાં સુધીની સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. આવા કિસ્સામાં બ્રેક જર્ની એ એકમાત્ર વિકલ્પ રહી જાય છે. જયારે યાત્રી ટીકીટ કાઉન્ટર પર પહોંચીને બ્લેન્ક પેપર ટીકીટની ડીમાંડ કરે છે, ત્યારે ભાડામાં અમુક કન્સેશનની સાથે ટીકીટ આપવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, જો તમારે પ્રેરણા એક્સપ્રેસમાં અમદાવાદથી નાગપુર જવું છે, પણ તમે રાજકોટ કે જામનગર રહો છો. જ્યાંથી પોરબંદર-હાવડા એક્સપ્રેસ તમને નાગપુર સુધીની ડાયરેક્ટ ટ્રેન છે, પણ તેમાં આરક્ષણ લગભગ ઉપલબ્ધ હોતું નથી. તો તમે આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. અમદાવાદ પાંચ સો કિલોમીટરથી ઓછું છે, તો વડોદરા કે સુરત લખવું. તમે જામનગરથી સુરત પોરબંદર-હાવડા એક્સપ્રેસમાં આરક્ષણ સાથે આવશો અને ત્યાંથી પ્રેરણા એક્સપ્રેસમાં તમારૂ આરક્ષણ નાગપુર સુધીનું રહેશે. આ માટે કોઈ વધારાનું ભાડું લેવામાં આવતું નથી, પરંતુ તમને આ ટીકીટ વધુ સસ્તી પડશે, કારણ કે જે ભાડું તમને પોરબંદર-હાવડા એક્સપ્રેસમાં લાગતું હતું, તેટલા જ ભાડામાં બે અલગ-અલગ ટીકીટો બનશે. આ ઓફર માટે ફોર્મ કઈ રીતે ભરવું, તેની માહિતી નીચે મુજબ છે.

________________________________________________________

ગાડીનું નામ:
 પોરબંદર-હાવડા એક્સપ્રેસ  |  તારીખ: 24/04/2014  | શ્રેણી: શયનયાન  |  સીટ: 01  
જામનગર થી નાગપુર સુધી
મુસાફરી શરૂ કરવાનું સ્ટેશન: જામનગર  |  સુધી આરક્ષણ: સુરત
________________________________________________________________

આગળની મુસાફરી (પરતની મુસાફરીમાં ચેકો મારવો)
________________________________________________________________

ગાડીનું નામ: પ્રેરણા એક્સપ્રેસ  |  તારીખ: 24/04/2014  | શ્રેણી: શયનયાન  |  સીટ: 01  
મુસાફરી શરૂ કરવાનું સ્ટેશન: સુરત  |  સુધી આરક્ષણ: નાગપુર
________________________________________________________________

આ રીતે તમને બે અલગ અલગ PNR સાથની ટીકીટો મળશે. જેમાં પહેલી ટીકીટમાં બંને મુસાફરીનું પુરૂ ભાડું અને બીજી ટીકીટમાં શૂન્ય રૂપિયા ચાર્જ લાગશે. આ સુવિધાને બ્લેન્ક પેપર ટીકીટ કહેવામાં આવે છે. આ સુવિધા રાજધાની, શતાબ્દી, દુરંતો વગેરેમાં ઉપલબ્ધ નથી.

No comments:

Post a Comment