Not Yet

Friday, October 19, 2012

તમને વિચારો તમારી માત્રુભાષામાં જ આવે છે?

દરેક જીવ માટે એક વસ્તુ સમાન છે કે તેને વિચારો હંમેશા માત્રુભાષામાં જ આવતાં હોય છે. હવે આપણે ગુજરાતીઓને ધ્યાનમાં લઈએ. ગુજરાત બહાર અને ભારત બહાર રહેનારા ગુજરાતી લોકોની સંખ્યા ખાસ્સી મોટી છે. આ લોકોમાં મોટાભાગે મેં ગુજરાતી બોલાતી જોઈ નથી.

હું ખુદ ગુજરાતમાં જ રહીને મોટો થયો છું, મારે એન્જીનિઅરીંગ કૉલેજના અભ્યાસ અર્થે મહારાષ્ટ્ર જવાનું થયું. અહીં મારા સગાઓ પણ રહે છે. તેઓ પોતાની માત્રુભાષા બધેય ગુજરાતી લખાવે છે, પરંતુ ઘરે એકાબીજા સાથે હિન્દીમાં વાતો કરે છે.......!

તેઓ આપણી સાથે ગુજરાતીમાં અટકી અટકીને વાતો કરતાં હોય છે. ત્યાં સુધી કે જાણે તેઓની બોલી પણ જુદી છે. જ્યારે આવા લોકો "પોતાના દેશમાં" (ત્યાંનો શબ્દ છે) પધારે છે ત્યારે, તેમની વિચિત્ર ગુજરાતી સાંભળીને પણ હસવું આવે છે.

ગુજરાતી ભાષામાં આ રીતે ગતિ થતી હોય, તેવું જાણીને તો દુ:ખ થાય, પણ મારા મનમાં તો એવો હાસ્યાસ્પદ સવાલ આવે કે તે લોકોને વિચારો કઈ ભાષામાં આવે છે? તેઓનાં નાના બાળકોને ગળથૂંથીમાં કઈ ભાષા મળે છે?

No comments:

Post a Comment