Not Yet

Friday, October 19, 2012

ભક્તિ કઈ રીતે કરવી જોઈએ?

આપણે દરેક ધર્મોમાં સ્તુતિ, ભક્તિગીતો, પુજા-વિધિઓ વગેરે એટલું બધુ છે કે તે બધુ અનુસરવું તો ઠીક તેના વિશે જાણવામાં પણ જીંદગી નીકળી જાય. ત્યારે ભક્તિ કઈ રીતે કરવી તે ખુબ જ મોટો પ્રશ્ન થઈ પડે છે. જીવન જીવવાનો મારો એક જ નિયમ છે કે બધા સાથે એવું જ વર્તન કરવું જેવું તમે બીજા પાસેથી અપેક્ષા રાખો છો.

અહિં હુ થોડા ક્વોટેશનોથી વિષયની શરૂઆત કરીશ. મારૂ પોતાનું એક સુવિચાર છે.
"Religion is not any ritual or orthodox system, it is the theory of duties of human on the earth." (ધર્મ કોઈ ક્રિયાકાંડ કે રૂઢી નથી, તે મનુષ્યની પૃથ્વી પરની ફરજોનો સિધ્ધાંત છે.)

"કર્મ  એ જ ધર્મ છે." જે કહેવા માગે છે કે તમે તમને મળેલી અભ્યાસ કે નોકરી-ધંધા અંગેની ફરજ પર ખરા ઉતરો એ જ ધર્મ છે. આના માટે બીજુ કશુ કરવાની જરૂર નથી.

આ થઈ ધર્મ વિશેની વાત, હવે ભક્તિ પર પાછા આવીએ. ભક્તિની વ્યાખ્યા આપવાની કોશીશ કરૂ છુ.
"ભક્તિ એ ભગવાનનું સ્મરણ કરવાની(યાદ કરવાની) પધ્ધતિ છે."

ભક્તિ માટે લોકો ઘણુ બધુ કરે છે. હિન્દુઓ સ્તુતિ, આરતી, પ્રાર્થના કે ભક્તિગીતોનો સહારો લે છે. મુસ્લિમો બંદગી, નમાજ, રોજા, હજ પાળે છે. ખ્રિસ્તીઓ ચર્ચમાં પ્રેય કરે છે. બધા જુદી જુદી રીતે ભક્તિ કરતા જ હોય છે.

આ રીતે ભક્તિ કરવી પ્રતિકાત્મક ક્રિયા છે. જો આમાં આપણે ખરેખર ભગવાનને યાદ કરીએ તો તે આચરણાત્મક ક્રિયા બની જાય છે.  બીજી વાત એ કે જો કોઈ સર્વધર્મી બનીને બધા ધર્મોમાં માથુ મારવા બેસે તો તે કેટલું કરી શકે? વિચાર તો કરો કે એક જ માણસ મંદિરમાં જાય, મસ્જિદમાં પણ જાય, ચર્ચમાં પણ જાય તો પોતાના અંગત જીવન અને અર્થોપાજન પર કેટલું ધ્યાન આપી શકે? ગીતામાં કહેલું છે, "परधर्मो भयावह(3-35)" જે ધર્મ તમને ગળથુંથીમાંથી મળ્યો તેનું શક્ય તેટલું પાલન કરવું જોઈએ.

અમે બ્રાહ્મણ સંસ્કૃતમાં સ્તુતિ અને મંત્રોચ્ચારથી ભક્તિ કરીએ, વૈષ્ણવો ઠાકોરજીની સેવા કરે, લોહાણા જલારામ બાપાની ભક્તિ કરે, મુસ્લિમો નમાજ પઢે. આ બધી એક જ વસ્તુઓ છે. ભક્તિ કરવામાં કોઈ નિયમ હોતો નથી. તમારી ભાવના મહત્વની હોય છે. આપણે કહેવત પણ છે કે, "ભગવાન ભાવનો ભૂખ્યો છે."

અંતે એક સંસ્કૃત શ્લોક કહીશ.

आकाशात्‌ पतितं तोयम्‌ यथा गच्छति सागरम्‌ ।
सर्वदेव नमस्कारान्‌ केशवं प्रतिगच्छति ॥

જે રીતે આકાશમાંથી પડેલું પાણી સમુદ્રને મળે છે, તે રીતે કોઈ પણ દેવને કરેલા પ્રણામ એક જ ઈશ્વરને મળે છે.

No comments:

Post a Comment