Not Yet

Sunday, January 4, 2026

Overdraft against Fixed Deposit મેં કેવી રીતે અને શા માટે કરાવી છે?

હું નોકરી પર ચડ્યો ત્યારથી જ એક આદત રાખી છે કે જેટલી રકમ પગાર તરીકે મળે તેનો 25% ભાગ એક અલગ ખાતામાં જમા કરાવી દેવો. સમય વિતવાની સાથે આ રકમમાં વધારો થવા લાગ્યો અને તેના પર મેં ફિક્સ ડિપોઝિટ મૂકવાનું શરૂ કર્યું. પછી તો એમાં પગાર સાથે અન્ય ભથ્થા, ડિપોઝિટ પર મળતું વ્યાજ, સ્ટોક વેચ્યા બાદ મળતો નફો વગેરે વગેરે બધી આવક પર 25% ભાગ અલગ ખાતામાં જમા કરાવવાનું શરૂ કર્યું.

આ રીતે જે ભંડોળ બન્યું તેને મેં Reserve Fund નામ આપ્યું. જ્યારે કોઈ મોટી વસ્તુ લેવાની થાય ત્યારે એ રકમની જરૂર પણ પડતી, તો હું એ રકમ રિઝર્વ ફંડમાંથી ઉપાડીને રિકરિંગ ડિપોઝિટના હપ્તા સ્વરૂપે પરત કરતો. પરંતુ સમય જતાં રિકરિંગ ડિપોઝિટની સંખ્યામાં વધારો થવાના કારણે હિસાબ જટિલ થવા લાગ્યો અને એક એવા ખાતાની જરૂર પડી જેમાં એમ ખબર પડે કે અમુક રકમ વ્યક્તિગત કે પારિવારિક ખર્ચને પહોંચી વળવા માટે રિઝર્વ ફંડમાંથી ઉપાડેલી છે.

જો કે હાલમાં Reserve Fund રાખવા માટે ચોક્કસ બેંકમાં Saving account તો પહેલાની જેમ જ યથાવત છે અને Reserve Fund ની અમુક રકમ રોકવા માટે ફિક્સ ડિપોઝિટ સિવાયના અમુક વિકલ્પો પણ રાખ્યાં છે. જેમકે PPF, NPS, SSY વગેરે વગેરે. જેમાં રિસ્ક ઓછું હોય.

આમ, ફિક્સ ડિપોઝિટ એ મારૂં Reserve Fund છે અને તે ફિક્સ ડિપોઝિટની સામે લીધેલ ઓવરડ્રાફટ એ વ્યક્તિગત કે પારિવારિક ખર્ચ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવે છે. જેથી Reserve Fund ની રકમ પણ યથાવત રહે છે અને વ્યક્તિગત કે પારિવારિક ખર્ચ માટે ઉપયોગમાં પણ લઈ શકાય છે.

No comments:

Post a Comment